
શ્રી અરવિંદ અને અમૃતપર્વ
Author(s) -
Vishal R. Joshi
Publication year - 2021
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te130486
Subject(s) - mathematics
આજે સમગ્ર ભારત જયારે આઝાદીનું અમૃતપર્વ ઉજવી રહ્યું છે ત્યારે આઝાદી સમયે જે પોતાનું અમૃતપર્વ પોંડીચેરી આશ્રમ ખાતે ધ્વજવંદન કરી ૧૫/૦૮/૧૯૪૭ નાં રોજ ઉજવી રહ્યા હતા તે મહર્ષિ અરવિંદને હૃદયસ્ય વંદન કરી યાદ કરવા ઘટે. પોતાનું સમગ્ર જીવન ભારતમાતાની આરાધના અને સ્વાધીનતા માટે જેણે અર્પિત કરી દીધું તેવા આ વંદનીય મહાપુરુષનાં યોગદાનને યાદ કરી નવી પેઢીનાં વિદ્યાર્થીઓ સમક્ષ તેના કાર્યોને ઉજાગર કરવા રહ્યા. મહર્ષિ અરવિંદ સાચા અર્થમાં “ભારતમાતા” નાં ઉપાસક અને સાધક રહ્યા છે. “વંદેમાતરમ” ને વિશ્વ પ્રસિધ્ધ બનાવવામાં તેનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે.