Open Access
સાહિત્ય અને આધ્યાત્મિક બુદ્ધિ
Author(s) -
Veenaben Patel,
Ajay Raval Mr.
Publication year - 2020
Publication title -
towards excellence
Language(s) - English
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te120418
Subject(s) - medicine
જે વ્યક્તિ સાહિત્ય, સંગીત અથવા કળા વિનાની છે તે વ્યક્તિ પૂંછડા અને શીંગડા વિનાના પશુ સમાન છે. આવા વ્યક્તિઓ ઘાસ નથી ખાતાં તે પેલાં પશુઓ ઉપર ઉપકાર છે. આ સંસ્કૃત સુભાષિતના ભાવાર્થમાં વ્યક્તિના જીવનમાં સાહિત્ય, સંગીત અને કળાનું કેટલું મહત્ત્વ રહેલું છે તે દર્શાવવામાં આવ્યું છે. માનવના ચોક્કસ વ્યક્તિત્વ ઘડતર માટે આ ત્રણેય બાબત અથવા તે પૈકી કોઈ એક કે બે બાબતો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સુભાષિતમાં સુભાષિતકારે વ્યક્તિના જીવન માટે સાહિત્ય, સંગીત અને કળાની મહત્તા સૂચવી છે. અહીં, સાહિત્ય વ્યક્તિના બૌદ્ધિક વિકાસના પાસાને પ્રગટ કરે છે. સંગીત વ્યક્તિના મનને પ્રસન્ન રાખી વિશ્વ પ્રત્યેના સૌહાર્દને પ્રગટાવે છે, જ્યારે કળા (કોઇપણ કળા) વ્યક્તિના ઇન્દ્રિયગમ્ય કૌશલ્ય માટે જરૂરી છે. ત્રણ Hની આખી થિયરી કદાચ આ સૂક્તિમાંથી જ પ્રાપ્ત થઈજાય ! Head, Heart અને Handની સાથે અનુક્રમે સાહિત્ય, સંગીત અને કળાને ખૂબ સારી રીતે સાંકળી શકાય છે. સાહિત્યનું અધ્યયન, શ્રવણ અને સ્વાધ્યાય મનને મોકળાશ આપે છે. સાહિત્યનો અભ્યાસ વ્યક્તિની બુદ્ધિને કુશાગ્ર કરે છે. સાહિત્ય માત્ર બુદ્ધિને જ નહીં પરંતુ સંવેગોને પણ અભિવ્યક્ત કરવામાં સહાયક બને છે. સ્વામી વિવેકાનંદે ધર્મનું ઐતિહાસિક વિશ્લેષણ કરતાં ભારતીયોની રાષ્ટ્રીય ‘આત્મા’ ધર્મને (અધ્યાત્મ) બતાવ્યો. આમ, ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મનું આગવુંમહત્ત્વ રહેલું છે. આધ્યાત્મિક બુદ્ધિ વ્યક્તિના સર્વાંગીણ આયામોના વિકાસનો માર્ગ પ્રશસ્ત કરે છે.