
મીરાંબાઈના પદોમાં લોકજીવનની આસ્થા તથા સાંસ્કૃતિક ચેતના
Author(s) -
Nandini Thakar
Publication year - 2020
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te120413
Subject(s) - computer science
મધ્યકાલીન સંત કવયિત્રી ‘મીરાંબાઈ’ તેના ‘પદ’ અને ‘કૃષ્ણપ્રેમ’ને કારણે જગવિખ્યાત થઇ ગઈ. કૃષ્ણપ્રેમની તાલાવેલીને કારણે તેના મનના ભાવો, તેણે અનુભવેલું દર્દ શબ્દોમાં ઢળી ગયા અને ગીત બની ગયા. મીરાંની કવિકીર્તિ તેણે રચેલા પદને લીધે છે. પ્રેમલક્ષણા ભક્તિનું ખળખળતું ઝરણું એટલે મીરાં. મીરાં જ્યાં જ્યાં ગઈ તે-તે પ્રદેશની લોકબોલીમાં કાવ્ય સર્જન કર્યું. જેમાં મારવાડી / રાજસ્થાની, હિંદી , વ્રજભાષા અને ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે. કૃષ્ણપ્રેમ અને કૃષ્ણમિલન માટેની તાલાવેલી, તલસાટ, વિહવળતા અને તેણે લીધે અનુભવાતી વ્યાકુળતા તેના પ્રત્યેક પદમાં પ્રગટ થતી જોવા મળે છે. મીરાંબાઈના સમયની સંસ્કૃતિ, ત્યારનું લોકજીવન, મધ્યકાલીન નારીજીવન વિષે આ લેખમાં વિગતે વાત કરવામાં આવી છે. લોકપરંપરા અને આસ્થાના સુભગ સમન્વયને મીરાંબાઈના પદોમાં જોવાનો અહીં પ્રયાસ છે. મારાં સંશોધન કાર્યના એક ભાગ તરીકે મીરાંબાઈના પદોમાં લોકજીવન અને સાંસ્કૃતિક ચેતનાની ઝાંખી કરાવીને પદોનું ભાતીગળ સૌન્દર્ય ઉપજાવ્યું છે.